Other Translations: Deutsch , English , हिन्दी , Polski , ру́сский язы́к , Srpski
From:
Majjhima Nikāya 1 મજ્જ઼િમ નિકાય ૧
Mūlapariyāyasutta મૂળપરિયાયસુત્ર
Evaṁ me sutaṁ—એવુ મેં સાંભળ્યું—
ekaṁ samayaṁ bhagavā ukkaṭṭhāyaṁ viharati subhagavane sālarājamūle. એક વખત ભગવંત ઉક્કઠાની પાસે સુભગના ઉપવનમાં ભવ્ય સાલવૃક્ષના તળિયે વિહા૨ કરી રહ્યા હતા.
Tatra kho bhagavā bhikkhū āmantesi: ત્યાં ભગવંતે ભિક્ષુઓને સંબોધિને કહ્યું:
“bhikkhavo”ti. “ભિક્ષુઓ!”
“Bhadante”ti te bhikkhū bhagavato paccassosuṁ. “ભદન્ત!”, ભિક્ષુઓએ જવાબ આપ્યો.
Bhagavā etadavoca: ભગવંતે કહ્યું:
“sabbadhammamūlapariyāyaṁ vo, bhikkhave, desessāmi. “હું તમને સર્વ ધર્મોના મૂળની શિક્ષા આપું છું.
Taṁ suṇātha, sādhukaṁ manasi karotha, bhāsissāmī”ti. એને સાંભળો, અને સારી રીતે મનમા રાખો, હું કહું છું”.
“Evaṁ, bhante”ti kho te bhikkhū bhagavato paccassosuṁ. “હા, ભન્તે” ભિક્ષુઓએ ભગવંતને જવાબ આપ્યો.
Bhagavā etadavoca: ભગવંતે એવું કહ્યું:
“Idha, bhikkhave, assutavā puthujjano ariyānaṁ adassāvī ariyadhammassa akovido ariyadhamme avinīto, sappurisānaṁ adassāvī sappurisadhammassa akovido sappurisadhamme avinīto—“હવે, ભિક્ષુઓ, એક અજ્ઞાની સામાન્ય માણસ જેણે આર્યોના દર્શન નથી કર્યા, જે આર્યધર્મથી અજાણ છે અને આર્યધર્મમાં અશિક્ષિત છે, સજ્જનોના દર્શનથી વંચિત છે, સજ્જનોના ધર્મથી અજાણ છે અને આર્યધર્મમાં અશિક્ષિત છે—
pathaviṁ pathavito sañjānāti; તે પૃથ્વીને પૃથ્વી સમજતો હોય છે;
pathaviṁ pathavito saññatvā pathaviṁ maññati, pathaviyā maññati, pathavito maññati, pathaviṁ meti maññati, pathaviṁ abhinandati. પૃથ્વીને પૃથ્વી સમજ઼ી પોતાને પૃથ્વી માને છે, પોતાને પૃથ્વીમાં માને છે, પોતાને પૃથ્વીથી અલગ માને છે, પૃથ્વી મારી છે એવું માને છે, પૃથ્વીમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણ઼પણે સમજાયું નથી’, કહું છું.
Āpaṁ āpato sañjānāti; પાણીને પાણી સમજતો હોય છે;
āpaṁ āpato saññatvā āpaṁ maññati, āpasmiṁ maññati, āpato maññati, āpaṁ meti maññati, āpaṁ abhinandati. પાણીને પાણી સમજી પોતાને પાણી માને છે, પોતાને પાણીમાં માને છે, પોતાને પાણીથી અલગ માને છે, પાણી મારું છે એવું માને છે, પાણીમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Tejaṁ tejato sañjānāti; અગ્નિને અગ્નિ સમજતો હોય છે;
tejaṁ tejato saññatvā tejaṁ maññati, tejasmiṁ maññati, tejato maññati, tejaṁ meti maññati, tejaṁ abhinandati. અગ્નિને અગ્નિ સમજ઼ી પોતાને અગ્નિ માને છે, પોતાને અગ્નિમાં માને છે, પોતાને અગ્નિથી અલગ માને છે, અગ્નિ મારી છે એવું માને છે, અગ્નિમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Vāyaṁ vāyato sañjānāti; વાયુને વાયુ સમજતો હોય છે;
vāyaṁ vāyato saññatvā vāyaṁ maññati, vāyasmiṁ maññati, vāyato maññati, vāyaṁ meti maññati, vāyaṁ abhinandati. વાયુને વાયુ સમજી પોતાને વાયુ માને છે, પોતાને વાયુ માને છે, પોતાને વાયુથી અલગ માને છે, વાયુ મારો છે એવું માને છે, વાયુમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Bhūte bhūtato sañjānāti; પ્રાણીઓને પ્રાણી સમજતો હોય છે;
bhūte bhūtato saññatvā bhūte maññati, bhūtesu maññati, bhūtato maññati, bhūte meti maññati, bhūte abhinandati. પ્રાણીઓને પ્રાણી સમજી પોતાને પ્રાણી માને છે, પોતાને પ્રાણીઓમાં માને છે, પોતાને પ્રાણીઓથી અલગ માને છે, પ્રાણીઓ મારા છે એવું માને છે, પ્રાણીઓમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Deve devato sañjānāti; દેવોને દેવ સમજતો હોય છે;
deve devato saññatvā deve maññati, devesu maññati, devato maññati, deve meti maññati, deve abhinandati. દેવોને દેવ સમજી પોતાને દેવ માને છે, પોતાને દેવોમાં માને છે, પોતાને દેવોથી અલગ માને છે, દેવો મારા છે એવું માને છે, દેવોમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Pajāpatiṁ pajāpatito sañjānāti; પ્રજાપતિને પ્રજાપતિ સમજતો હોય છે;
pajāpatiṁ pajāpatito saññatvā pajāpatiṁ maññati, pajāpatismiṁ maññati, pajāpatito maññati, pajāpatiṁ meti maññati, pajāpatiṁ abhinandati. પ્રજાપતિને પ્રજાપતિ સમજી પોતાને પ્રજાપતિ માને છે, પોતાને પ્રજાપતિમાં માને છે, પોતાને પ્રજાપતિથી અલગ માને છે, પ્રજાપતિ મારા છે એવું માને છે, પ્રજાપતિમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Brahmaṁ brahmato sañjānāti; બ્રહ્માને બ્રહ્મા સમજતો હોય છે;
brahmaṁ brahmato saññatvā brahmaṁ maññati, brahmasmiṁ maññati, brahmato maññati, brahmaṁ meti maññati, brahmaṁ abhinandati. બ્રહ્માને બ્રહ્મા સમજી પોતાને બ્રહ્મા માને છે, પોતાને બ્રહ્મામાં માને છે, પોતાને બ્રહ્માથી અલગ માને છે, બ્રહ્મા મારા છે એવું માને છે, બ્રહ્મામાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Ābhassare ābhassarato sañjānāti; આભાસર દેવોને અભાસર દેવ સમજતો હોય છે;
ābhassare ābhassarato saññatvā ābhassare maññati, ābhassaresu maññati, ābhassarato maññati, ābhassare meti maññati, ābhassare abhinandati. આભાસર દેવોને આભાસર દેવ સમજી પોતાને આભાસર દેવ માને છે, પોતાને આભાસર દેવોમાં માને છે, પોતાને આભાસર દેવોથી અલગ માને છે, આભાસર દેવો મારા છે એવું માને છે, આભાસર દેવોમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Subhakiṇhe subhakiṇhato sañjānāti; શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ સમજતો હોય છે;
subhakiṇhe subhakiṇhato saññatvā subhakiṇhe maññati, subhakiṇhesu maññati, subhakiṇhato maññati, subhakiṇhe meti maññati, subhakiṇhe abhinandati. શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ સમજી પોતાને શુભકૃષ્ણ દેવ માને છે, પોતાને શુભકૃષ્ણ દેવોમાં માને છે, પોતાને શુભકૃષ્ણ દેવોથી અલગ માને છે, શુભકૃષ્ણ દેવો મારા છે એવું માને છે, શુભકૃષ્ણ દેવોમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Vehapphale vehapphalato sañjānāti; મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ સમજતો હોય છે;
vehapphale vehapphalato saññatvā vehapphale maññati, vehapphalesu maññati, vehapphalato maññati, vehapphale meti maññati, vehapphale abhinandati. મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ સમજી પોતાને મહાફળધારિ દેવ માને છે, પોતાને મહાફળધારિ દેવોમાં માને છે, પોતાને મહાફળધારિ દેવોથી અલગ માને છે, મહાફળધારિ દેવો મારા છે એવું માને છે, મહાફળધારિ દેવોમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Abhibhuṁ abhibhuto sañjānāti; અભિભૂ દેવોને અભિભૂ દેવ સમજતો હોય છે;
abhibhuṁ abhibhuto saññatvā abhibhuṁ maññati, abhibhusmiṁ maññati, abhibhuto maññati, abhibhuṁ meti maññati, abhibhuṁ abhinandati. અભિભૂ દેવોને અભિભૂ દેવ સમજી પોતાને અભિભૂ દેવ માને છે, પોતાને અભિભૂ દેવોમાં માને છે, પોતાને અભિભૂ દેવોથી અલગ માને છે, અભિભૂ દેવો મારા છે એવું માને છે, અભિભૂ દેવોમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Ākāsānañcāyatanaṁ ākāsānañcāyatanato sañjānāti; અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન સમજતો હોય છે;
ākāsānañcāyatanaṁ ākāsānañcāyatanato saññatvā ākāsānañcāyatanaṁ maññati, ākāsānañcāyatanasmiṁ maññati, ākāsānañcāyatanato maññati, ākāsānañcāyatanaṁ meti maññati, ākāsānañcāyatanaṁ abhinandati. અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનુ મનોસ્થાન સમજી પોતાને અનંત આકાશનુ મનોસ્થાન માને છે, પોતાને અનંત આકાશના મનોસ્થાનમાં માને છે, પોતાને અનંત આકાશના મનોસ્થાનથી અલગ માને છે, અનંત આકાશનુ મનોસ્થાન મારું છે એવું માને છે, અનંત આકાશના મનોસ્થાનમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Viññāṇañcāyatanaṁ viññāṇañcāyatanato sañjānāti; અનંત ચૈતન્યના મનોસ્થાનને અનંત ચૈતન્યનું મનોસ્થાન સમજતો હોય છે;
viññāṇañcāyatanaṁ viññāṇañcāyatanato saññatvā viññāṇañcāyatanaṁ maññati, viññāṇañcāyatanasmiṁ maññati, viññāṇañcāyatanato maññati, viññāṇañcāyatanaṁ meti maññati, viññāṇañcāyatanaṁ abhinandati. અનંત ચૈતન્યના મનોસ્થાનને અનંત ચૈતન્યનું મનોસ્થાન સમજી પોતાને અનંત ચૈતન્ય મનોસ્થાન માને છે, પોતાને અનંત ચૈતન્યના મનોસ્થાનમાં માને છે, પોતાને અનંત ચૈતન્યના મનોસ્થાનથી અલગ માને છે, અનંત ચૈતન્યનું મનોસ્થાન મારું છે એવું માને છે, અનંત ચૈતન્યના મનોસ્થાનમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણ઼પણે સમજાયું નથી’, કહું છું.
Ākiñcaññāyatanaṁ ākiñcaññāyatanato sañjānāti; સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન સમજતો હોય છે;
ākiñcaññāyatanaṁ ākiñcaññāyatanato saññatvā ākiñcaññāyatanaṁ maññati, ākiñcaññāyatanasmiṁ maññati, ākiñcaññāyatanato maññati, ākiñcaññāyatanaṁ meti maññati, ākiñcaññāyatanaṁ abhinandati. સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન સમજી પોતાને સર્વઅભાવનુ મનોસ્થાન માને છે, પોતાને સર્વઅભાવના મનોસ્થાનમાં માને છે, પોતાને સર્વઅભાવના મનોસ્થાનથી માને છે, સર્વઅભાવનુ મનોસ્થાન મારું છે એવું માને છે, સર્વઅભાવના મનોસ્થાનમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Nevasaññānāsaññāyatanaṁ nevasaññānāsaññāyatanato sañjānāti; સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન સમજતો હોય છે;
nevasaññānāsaññāyatanaṁ nevasaññānāsaññāyatanato saññatvā nevasaññānāsaññāyatanaṁ maññati, nevasaññānāsaññāyatanasmiṁ maññati, nevasaññānāsaññāyatanato maññati, nevasaññānāsaññāyatanaṁ meti maññati, nevasaññānāsaññāyatanaṁ abhinandati. સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન સમજી પોતાને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન માને છે, પોતાને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનમાં માને છે, પોતાને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનથી અલગ માને છે, સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન મારું છે એવું માને છે, સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Diṭṭhaṁ diṭṭhato sañjānāti; જોએલાને જોએલું સમજતો હોય છે;
diṭṭhaṁ diṭṭhato saññatvā diṭṭhaṁ maññati, diṭṭhasmiṁ maññati, diṭṭhato maññati, diṭṭhaṁ meti maññati, diṭṭhaṁ abhinandati. જોએલાને જોએલું સમજી પોતાને જોએલું માને છે, પોતાને જોએલામાં માને છે, પોતાને જોએલાથી અલગ માને છે, જોએલું મારું છે એવું માને છે, જોએલામાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Sutaṁ sutato sañjānāti; સાંભળ્યાને સાંભળ્યું સમજતો હોય છે;
sutaṁ sutato saññatvā sutaṁ maññati, sutasmiṁ maññati, sutato maññati, sutaṁ meti maññati, sutaṁ abhinandati. સાંભળ્યાને સાંભળ્યું સમજી પોતાને સાંભળેલુ માને છે, પોતાને સાંભળ્યામાં માને છે, પોતાને સાંભળ્યાથી અલગ માને છે, સાંભળેલું મારું છે એવું માને છે, સાંભળ્યામાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Mutaṁ mutato sañjānāti; મનોધારિતને મનોધારિત સમજતો હોય છે;
mutaṁ mutato saññatvā mutaṁ maññati, mutasmiṁ maññati, mutato maññati, mutaṁ meti maññati, mutaṁ abhinandati. મનોધારિતને મનોધારિત સમજી પોતાને મનોધારિત માને છે, પોતાને મનોધારિતમાં માને છે, પોતાને મનોધારિતથી અલગ માને છે, મનોધારણાઓ મારી છે એવું માને છે, મનોધારિતમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Viññātaṁ viññātato sañjānāti; જાણેલાને જાણેલું સમજતો હોય છે;
viññātaṁ viññātato saññatvā viññātaṁ maññati, viññātasmiṁ maññati, viññātato maññati, viññātaṁ meti maññati, viññātaṁ abhinandati. જાણેલાને જાણેલું સમજી પોતાને જાણેલુ માને છે, પોતાને જાણેલામાં માને છે, પોતાને જાણેલાથી અલગ માને છે, જાણેલુ મારું છે એવું માને છે, જાણેલામાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Ekattaṁ ekattato sañjānāti; એકતાને એકતા સમજતો હોય છે;
ekattaṁ ekattato saññatvā ekattaṁ maññati, ekattasmiṁ maññati, ekattato maññati, ekattaṁ meti maññati, ekattaṁ abhinandati. એકતાને એકતા સમજી પોતાને એકતા માને છે, પોતાને એકતામાં માને છે, પોતાને એકતાથી અલગ માને છે, એકતા મારી છે એવું માને છે, એકતામાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Nānattaṁ nānattato sañjānāti; વિવિધતાને વિવિધતા સમજતો હોય છે;
nānattaṁ nānattato saññatvā nānattaṁ maññati, nānattasmiṁ maññati, nānattato maññati, nānattaṁ meti maññati, nānattaṁ abhinandati. વિવિધતાને વિવિધતા સમજી પોતાને વિવિધતા માને છે, પોતાને વિવિધતામાં માને છે, પોતાને વિવિધતાથી અલગ માને છે, વિવિધતા મારી છે એવું માને છે, વિવિધતામાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Sabbaṁ sabbato sañjānāti; સર્વને સર્વ સમજતો હોય છે;
sabbaṁ sabbato saññatvā sabbaṁ maññati, sabbasmiṁ maññati, sabbato maññati, sabbaṁ meti maññati, sabbaṁ abhinandati. સર્વને સર્વ સમજી પોતાને સર્વ માને છે, પોતાને સર્વમાં માને છે, પોતાને સર્વથી અલગ માને છે, સર્વ મારું છે એવું માને છે, સર્વમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Nibbānaṁ nibbānato sañjānāti; નિર્વાણને નિર્વાણ સમજતો હોય છે;
nibbānaṁ nibbānato saññatvā nibbānaṁ maññati, nibbānasmiṁ maññati, nibbānato maññati, nibbānaṁ meti maññati, nibbānaṁ abhinandati. નિર્વાણને નિર્વાણ સમજી પોતાને નિર્વાણ માને છે, પોતાને નિર્વાણમાં માને છે, પોતાને નિર્વાણથી અલગ માને છે, નિર્વાણ મારું છે એવું માને છે, નિર્વાણમાં આનંદ લે છે.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Apariññātaṁ tassā’ti vadāmi. ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.
Puthujjanavasena paṭhamanayabhūmiparicchedo niṭṭhito. સામાન્ય માણસની પ્રથમ ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.
Yopi so, bhikkhave, bhikkhu sekkho appattamānaso anuttaraṁ yogakkhemaṁ patthayamāno viharati, sopi pathaviṁ pathavito abhijānāti; ભિક્ષુઓ, જે ભિક્ષુ શિક્ષાર્થી હોય છે, જેણે ધ્યેય પરિપૂર્ણ નથી કર્યો પણ જેને બંધનથી મુક્તીના સર્વશ્રેષ્ઠ આશ્રયની આકાંશા હોય છે એ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણે છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ mā maññi, pathaviyā mā maññi, pathavito mā maññi, pathaviṁ meti mā maññi, pathaviṁ mābhinandi. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી એમણે પોતાને પૃથ્વી ના માનવું જોઇએ, પોતાને પૃથ્વીમાં ના માનવું જોઇએ, પોતાને પૃથ્વીથી અલગ ના માનવું જોઇએ, પૃથ્વી મારી છે એવું ના માનવું જોઇએ, પૃથ્વીમાં આનંદ ના લેવો જોઇએ.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Pariññeyyaṁ tassā’ti vadāmi. ‘એમને સંપૂર્ણપણે સમજાય એના માટે’, કહું છું.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનુ મનોસ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ mā maññi, nibbānasmiṁ mā maññi, nibbānato mā maññi, nibbānaṁ meti mā maññi, nibbānaṁ mābhinandi. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી એમણે પોતાને નિર્વાણ ના માનવું જોઇએ, પોતાને નિર્વાણમાં ના માનવું જોઈએ, પોતાને નિર્વાણથી અલગ ના માનવું જોઇએ, નિર્વાણ મારું છે એવું ના માનવું જોઇએ, નિર્વાણમાં આનંદ ના લેવો જોઇએ.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Pariññeyyaṁ tassā’ti vadāmi. ‘એમને સંપૂર્ણપણે સમજાય એના માટે’, કહું છું.
Sekkhavasena dutiyanayabhūmiparicchedo niṭṭhito. શિક્ષાર્થિની બીજી ભુમિપરિચ્છેદની પૂર્ણતા.
Yopi so, bhikkhave, bhikkhu arahaṁ khīṇāsavo vusitavā katakaraṇīyo ohitabhāro anuppattasadattho parikkhīṇabhavasaṁyojano sammadaññāvimutto, sopi pathaviṁ pathavito abhijānāti; ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનુ હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ na maññati, pathaviyā na maññati, pathavito na maññati, pathaviṁ meti na maññati, pathaviṁ nābhinandati. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Pariññātaṁ tassā’ti vadāmi. ‘એમને સંપૂર્ણપણે સમજાયું છે એટલે’, કહું છું.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ na maññati, nibbānasmiṁ na maññati, nibbānato na maññati, nibbānaṁ meti na maññati, nibbānaṁ nābhinandati. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા.

Khīṇāsavavasena tatiyanayabhūmiparicchedo niṭṭhito. અરહંતની ત્રીજી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.
Yopi so, bhikkhave, bhikkhu arahaṁ khīṇāsavo vusitavā katakaraṇīyo ohitabhāro anuppattasadattho parikkhīṇabhavasaṁyojano sammadaññā vimutto, sopi pathaviṁ pathavito abhijānāti; ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનું હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ na maññati, pathaviyā na maññati, pathavito na maññati, pathaviṁ meti na maññati, pathaviṁ nābhinandati. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
Khayā rāgassa, vītarāgattā. કારણકે લાલસાના વિનાશને લીધે તેઓ લાલસાથી મુક્ત છે.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું સ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ na maññati, nibbānasmiṁ na maññati, nibbānato na maññati, nibbānaṁ meti na maññati, nibbānaṁ nābhinandati. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
Khayā rāgassa, vītarāgattā. કારણકે લાલસાના વિનાશને લીધે તેઓ લાલસાથી મુક્ત છે.
Khīṇāsavavasena catutthanayabhūmiparicchedo niṭṭhito. અરહંતની ચોથી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.
Yopi so, bhikkhave, bhikkhu arahaṁ khīṇāsavo vusitavā katakaraṇīyo ohitabhāro anuppattasadattho parikkhīṇabhavasaṁyojano sammadaññāvimutto, sopi pathaviṁ pathavito abhijānāti; ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનુ હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ na maññati, pathaviyā na maññati, pathavito na maññati, pathaviṁ meti na maññati, pathaviṁ nābhinandati. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
Khayā dosassa, vītadosattā. કારણકે દ્વેષના વિનાશને લીધે તેઓ દ્વેષથી મુક્ત છે.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ na maññati, nibbānasmiṁ na maññati, nibbānato na maññati, nibbānaṁ meti na maññati, nibbānaṁ nābhinandati. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
Khayā dosassa, vītadosattā. કારણકે દ્વેષના વિનાશને લીધે તેઓ દ્વેષથી મુક્ત છે.
Khīṇāsavavasena pañcamanayabhūmiparicchedo niṭṭhito. અરહંતની પાંચમી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.
Yopi so, bhikkhave, bhikkhu arahaṁ khīṇāsavo vusitavā katakaraṇīyo ohitabhāro anuppattasadattho parikkhīṇabhavasaṁyojano sammadaññāvimutto, sopi pathaviṁ pathavito abhijānāti; ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનુ હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ na maññati, pathaviyā na maññati, pathavito na maññati, pathaviṁ meti na maññati, pathaviṁ nābhinandati. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
Khayā mohassa, vītamohattā. કારણકે મોહના વિનાશને લીધે તેઓ મોહથી મુક્ત છે.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ na maññati, nibbānasmiṁ na maññati, nibbānato na maññati, nibbānaṁ meti na maññati, nibbānaṁ nābhinandati. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
Khayā mohassa, vītamohattā. કારણકે મોહના વિનાશને લીધે તેઓ મોહથી મુક્ત છે.
Khīṇāsavavasena chaṭṭhanayabhūmiparicchedo niṭṭhito. અરહંતની છઠ્ઠી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.
Tathāgatopi, bhikkhave, arahaṁ sammāsambuddho pathaviṁ pathavito abhijānāti; અરહંત, સમ્મસંબુધ્ધ, તથાગત પણ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણતા હોય છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ na maññati, pathaviyā na maññati, pathavito na maññati, pathaviṁ meti na maññati, pathaviṁ nābhinandati. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Pariññātantaṁ tathāgatassā’ti vadāmi. ‘તથાગતને સંપૂર્ણપણે અંત સુધી સમજાયું છે એટલે’, કહું છું.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ na maññati, nibbānasmiṁ na maññati, nibbānato na maññati, nibbānaṁ meti na maññati, nibbānaṁ nābhinandati. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Pariññātantaṁ tathāgatassā’ti vadāmi. ‘તથાગતને સંપૂર્ણપણે અંત સુધી સમજાયું છે એટલે’, કહું છું.
Tathāgatavasena sattamanayabhūmiparicchedo niṭṭhito. તથાગતની સાતમી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.
Tathāgatopi, bhikkhave, arahaṁ sammāsambuddho pathaviṁ pathavito abhijānāti; અરહંત, સમ્મસંબુધ્ધ, તથાગત પણ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણતા હોય છે;
pathaviṁ pathavito abhiññāya pathaviṁ na maññati, pathaviyā na maññati, pathavito na maññati, pathaviṁ meti na maññati, pathaviṁ nābhinandati. પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Nandī dukkhassa mūlan’ti—‘આનંદ માણવાની વૃત્તિ દુ:ખનું મૂળ છે’—
iti viditvā ‘bhavā jāti bhūtassa jarāmaraṇan’ti. અને અસ્તિત્વના કારણે જન્મ થાય છે અને જે જન્મેલા છે તેમને ઘડપણ અને મૃત્યુનો અનુભવ થાય છે.
Tasmātiha, bhikkhave, ‘tathāgato sabbaso taṇhānaṁ khayā virāgā nirodhā cāgā paṭinissaggā anuttaraṁ sammāsambodhiṁ abhisambuddho’ti vadāmi. આ કારણે, ભક્ષુઓ, ‘તૃષ્ણાના સંપૂર્ણ વિનાશ, વૈરાગ્ય, નિરોધ, ત્યાગ, અને છોડી દેવાને લીધે, તથાગત સર્વશ્રેષ્ઠ સમ્યક સંબોધિમાં જાગૃત થયા છે’, કહું છું.
Āpaṁ …pe… પાણીને પાણી …
tejaṁ … અગ્નિને અગ્નિ …
vāyaṁ … વાયુને વાયુ …
bhūte … પ્રાણીઓને પ્રાણી …
deve … દેવોને દેવ …
pajāpatiṁ … પ્રજાપતિને પ્રજાપતિ …
brahmaṁ … બ્રહ્માને બ્રહ્મા …
ābhassare … આભાસર દેવોને અભાસર દેવ …
subhakiṇhe … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ …
vehapphale … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ …
abhibhuṁ … અભિભૂ દેવોને અભિભૂ દેવ …
ākāsānañcāyatanaṁ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન …
viññāṇañcāyatanaṁ … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન …
ākiñcaññāyatanaṁ … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન …
nevasaññānāsaññāyatanaṁ … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન …
diṭṭhaṁ … જોએલાને જોએલું …
sutaṁ … સાંભળ્યાને સાંભળ્યું …
mutaṁ … મનોધારિતને મનોધારિત …
viññātaṁ … જાણેલાને જાણેલું …
ekattaṁ … એકતાને એકતા …
nānattaṁ … વિવિધતાને વિવિધતા …
sabbaṁ … સર્વને સર્વ …
nibbānaṁ nibbānato abhijānāti; નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે;
nibbānaṁ nibbānato abhiññāya nibbānaṁ na maññati, nibbānasmiṁ na maññati, nibbānato na maññati, nibbānaṁ meti na maññati, nibbānaṁ nābhinandati. પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા.
Taṁ kissa hetu? એ શેના માટે?
‘Nandī dukkhassa mūlan’ti—‘આનંદ માણવાની વૃત્તિ દુખનું મૂળ છે’—
iti viditvā ‘bhavā jāti bhūtassa jarāmaraṇan’ti. અને અસ્તિત્વના કારણે જન્મ થાય છે અને જે જન્મેલા છે તેમને ઘડપણ અને મૃત્યુનો અનુભવ થાય છે.
Tasmātiha, bhikkhave, ‘tathāgato sabbaso taṇhānaṁ khayā virāgā nirodhā cāgā paṭinissaggā anuttaraṁ sammāsambodhiṁ abhisambuddho’ti vadāmī”ti. આ કારણે, ભક્ષુઓ, ‘તૃષ્ણાના સંપૂર્ણ વિનાશ, વૈરાગ્ય, નિરોધ, ત્યાગ, અને છોડી દેવાને લીધે, તથાગત સર્વશ્રેષ્ઠ સમ્યક સંબોધિમાં જાગૃત થયા છે’, કહું છું.
Tathāgatavasena aṭṭhamanayabhūmiparicchedo niṭṭhito. તથાગતની આઠમી ભૂમિપરચ્છેદની પૂર્ણતા.
Idamavoca bhagavā. ભગવંતે એવું કહ્યું.
Na te bhikkhū bhagavato bhāsitaṁ abhinandunti. પણ એ ભિક્ષુઓને ભગવંતના શબ્દો ના ગમ્યા.
Mūlapariyāyasuttaṁ niṭṭhitaṁ paṭhamaṁ. પ્રથમ મૂળપરિયાયસૂત્રની સમાપ્તિ.