Other Translations: Deutsch , English , Polski , ру́сский язы́к , Srpski

From:

PreviousNext

Majjhima Nikāya 5 મજ્જ઼િમ નિકાય ૫

Anaṅgaṇasutta અવગુણ સૂત્ર

Evaṁ me sutaṁ—એવું મેં સાંભળ્યું—

ekaṁ samayaṁ bhagavā sāvatthiyaṁ viharati jetavane anāthapiṇḍikassa ārāme. એક વખત ભગવંત શ્રાવસ્તિની પાસે અનાથપિંડિકાના જેતવનમાં વિહા૨ કરી રહ્યા હતા.

Tatra kho āyasmā sāriputto bhikkhū āmantesi: ત્યાં સારિપુત્રએ ભિક્ષુઓને સંબોધિને કહ્યું:

“āvuso bhikkhave”ti. “આદરણીય ભિક્ષુઓ!”

“Āvuso”ti kho te bhikkhū āyasmato sāriputtassa paccassosuṁ. “હા આદરણીય”, ભિક્ષુઓએ સારિપુત્રને જવાબ આપ્યો.

Āyasmā sāriputto etadavoca: સારિપુત્રએ એવું કહ્યું:

“Cattārome, āvuso, puggalā santo saṁvijjamānā lokasmiṁ. “આદરણીઆો, દુનિયામાં ચાર પ્રકારના લોકો હોય છે.

Katame cattāro? કયા ચાર?

Idhāvuso, ekacco puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti. અહીંયા આદરણીયો, એક માણસ જેનામાં અવગુણ છે એ બરાબર જે પ્રમાણે છે તેમ સમજતો નથી કે ‘મારામાં અવગુણ છે.’

Idha panāvuso, ekacco puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti. પણ એક બીજો માણસ જેનામાં અવગુણ છે એ બરાબર જે પ્રમાણે છે તેમ સમજે છે કે ‘મારામાં અવગુણ છે.’

Idhāvuso, ekacco puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti. એક માણસ જેનામાં અવગુણ નથી એ બરાબર જે પ્રમાણે છે તેમ સમજતો નથી કે ‘મારામાં અવગુણ નથી.’

Idha panāvuso, ekacco puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti. પણ એક બીજો માણસ જેનામાં અવગુણ નથી એ બરાબર જે પ્રમાણે છે તેમ સમજે છે કે ‘મારામાં અવગુણ નથી.’

Tatrāvuso, yvāyaṁ puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti, ayaṁ imesaṁ dvinnaṁ puggalānaṁ sāṅgaṇānaṁyeva sataṁ hīnapuriso akkhāyati. આ સ્થિતીમાં, બે અવગુણવાળા માણસોમાં, જેને બરાબર નથી સમજાયું એ બદતર કહેવાય.

Tatrāvuso, yvāyaṁ puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti, ayaṁ imesaṁ dvinnaṁ puggalānaṁ sāṅgaṇānaṁyeva sataṁ seṭṭhapuriso akkhāyati. જ્યારે જેને બરાબર સમજાયું છે, એને વધારે સારો કહેવાય.

Tatrāvuso, yvāyaṁ puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti, ayaṁ imesaṁ dvinnaṁ puggalānaṁ anaṅgaṇānaṁyeva sataṁ hīnapuriso akkhāyati. આ સ્થિતીમાં, બે અવગુણરહિત માણસોમાં, જેને બરાબર નથી સમજાયું એ બદતર કહેવાય.

Tatrāvuso, yvāyaṁ puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti, ayaṁ imesaṁ dvinnaṁ puggalānaṁ anaṅgaṇānaṁyeva sataṁ seṭṭhapuriso akkhāyatī”ti. જ્યારે જેને બરાબર સમજાયું છે, એને વધારે સારો કહેવાય.”

Evaṁ vutte, āyasmā mahāmoggallāno āyasmantaṁ sāriputtaṁ etadavoca: જયારે એમણે એવું કહ્યું, ત્યારે આદરણીય મહામોગલ્લાને સારિપુત્રને કહ્યું:

“Ko nu kho, āvuso sāriputta, hetu ko paccayo yenimesaṁ dvinnaṁ puggalānaṁ sāṅgaṇānaṁyeva sataṁ eko hīnapuriso akkhāyati, eko seṭṭhapuriso akkhāyati? “આદરણીય સારિપુત્ર, શું કારણ છે, શું પ્રત્યય છે, જેના લીધે બે અવગુણવાળા માણસોમાં એકને બદતર કહેવાય અને એકને વધારે સારો કહેવાય?

Ko panāvuso sāriputta, hetu ko paccayo yenimesaṁ dvinnaṁ puggalānaṁ anaṅgaṇānaṁyeva sataṁ eko hīnapuriso akkhāyati, eko seṭṭhapuriso akkhāyatī”ti? આદરણીય સારિપુત્ર, શું કારણ છે, શું પ્રત્યય છે, જેના લીધે બે અવગુણરહિત માણસોમાં એકને બદતર કહેવાય અને એકને વધારે સારો કહેવાય?”

“Tatrāvuso, yvāyaṁ puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—na chandaṁ janessati na vāyamissati na vīriyaṁ ārabhissati tassaṅgaṇassa pahānāya; “અહીંયા આદરણીય, એક અવગુણવાળો માણસ જેને બરાબર નથી સમજાયું કે ‘મારામાં અવગુણ છે’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ દોષના નિવારણ માટે ઉત્સાહ નહીં ઉત્પન્ન કરે, પ્રયાસ નહીં કરે, ઉર્જાનો આરંભ નહીં કરે;

so sarāgo sadoso samoho sāṅgaṇo saṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસાયુક્ત, દ્વેષયુક્ત, મોહયુક્ત, અવગુણયુક્ત, અને અશુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Seyyathāpi, āvuso, kaṁsapāti ābhatā āpaṇā vā kammārakulā vā rajena ca malena ca pariyonaddhā. આદરણીયો, ધારોકે કોઇ લુહાર પાસેથી અથવા દુકાનમાંથી તાંબાનું મેલું, ડાઘાવાળું વાસણ લઇ આવે.

Tamenaṁ sāmikā na ceva paribhuñjeyyuṁ na ca pariyodapeyyuṁ, rajāpathe ca naṁ nikkhipeyyuṁ. અને એના માલિક વાસણને ના તો વાપરે, ના તો સાફ કરે અને એના ઉપરાંત એને ગંદી જગ્યામાં રાખે.

Evañhi sā, āvuso, kaṁsapāti aparena samayena saṅkiliṭṭhatarā assa malaggahitā”ti? થોડા વખત પછી, આદરણીયો, એ વાસણ વધારે મેલું અને ડાઘાવાળું ના થાય?”

“Evamāvuso”ti. “હા, આદરણીય.”

“Evameva kho, āvuso, yvāyaṁ puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—na chandaṁ janessati na vāyamissati na vīriyaṁ ārabhissati tassaṅgaṇassa pahānāya; “એવી જ રીતે, આદરણીયો, એક અવગુણવાળો માણસ જેને બરાબર નથી સમજાયું કે ‘મારામાં અવગુણ છે’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ દોષના નિવારણ માટે ઉત્સાહ નહીં ઉત્પન્ન કરે, પ્રયાસ નહીં કરે, ઉર્જાનો આરંભ નહીં કરે;

so sarāgo sadoso samoho sāṅgaṇo saṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસાયુક્ત, દ્વેષયુક્ત, મોહયુક્ત, અવગુણયુક્ત, અને અશુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Tatrāvuso, yvāyaṁ puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—chandaṁ janessati vāyamissati vīriyaṁ ārabhissati tassaṅgaṇassa pahānāya; અહીંયા આદરણીય, એક અવગુણવાળો માણસ જેને બરાબર સમજાયું છે કે ‘મારામાં અવગુણ છે’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ દોષના નિવારણ માટે ઉત્સાહ ઉત્પન્ન કરશે, પ્રયાસ કરશે, ઉર્જાનો આરંભ કરશે;

so arāgo adoso amoho anaṅgaṇo asaṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસામુક્ત, દ્વેષમુક્ત, મોહમુક્ત, અવગુણમુક્ત, અને શુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Seyyathāpi, āvuso, kaṁsapāti ābhatā āpaṇā vā kammārakulā vā rajena ca malena ca pariyonaddhā. આદરણીયો, ધારોકે કોઇ લુહાર પાસેથી અથવા દુકાનમાંથી તાંબાનું મેલું, ડાઘાવાળું વાસણ લઇ આવે.

Tamenaṁ sāmikā paribhuñjeyyuñceva pariyodapeyyuñca, na ca naṁ rajāpathe nikkhipeyyuṁ. અને એના માલિક વાસણને વાપરે તથા સાફ કરે અને એને ચોખ્ખી જગ્યામાં રાખે.

Evañhi sā, āvuso, kaṁsapāti aparena samayena parisuddhatarā assa pariyodātā”ti? થોડા વખત પછી, આદરણીયો, એ વાસણ વધારે સ્વચ્છ અને તેજસ્વી ના થાય?”

“Evamāvuso”ti. “હા, આદરણીય.”

“Evameva kho, āvuso, yvāyaṁ puggalo sāṅgaṇova samāno ‘atthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—chandaṁ janessati vāyamissati vīriyaṁ ārabhissati tassaṅgaṇassa pahānāya; “એવી જ રીતે, આદરણીયો, એક અવગુણવાળો માણસ જેને બરાબર સમજાયું છે કે ‘મારામાં અવગુણ છે’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ અવગુણના નિવારણ માટે ઉત્સાહ ઉત્પન્ન કરશે, પ્રયાસ કરશે, ઉર્જાનો આરંભ કરશે;

so arāgo adoso amoho anaṅgaṇo asaṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસામુક્ત, દ્વેષમુક્ત, મોહમુક્ત, અવગુણમુક્ત, અને શુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Tatrāvuso, yvāyaṁ puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—subhanimittaṁ manasi karissati, tassa subhanimittassa manasikārā rāgo cittaṁ anuddhaṁsessati; અહીંયા આદરણીયો, એક અવગુણરહિત માણસ જેને બરાબર નથી સમજાયું કે ‘મારામાં અવગુણ નથી’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ સુંદરતા પર ધ્યાન આપશે અને સુંદરતા પર ધ્યાન આપવાથી એના મનને કામરાગનો ચેપ લાગશે;

so sarāgo sadoso samoho sāṅgaṇo saṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસાયુક્ત, દ્વેષયુક્ત, મોહયુક્ત, અવગુણયુક્ત, અને અશુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Seyyathāpi, āvuso, kaṁsapāti ābhatā āpaṇā vā kammārakulā vā parisuddhā pariyodātā. આદરણીયો, ધારોકે કોઇ લુહાર પાસેથી અથવા દુકાનમાંથી તાંબાનું ચોખ્ખું અને ચમકદાર વાસણ લઇ આવે.

Tamenaṁ sāmikā na ceva paribhuñjeyyuṁ na ca pariyodapeyyuṁ, rajāpathe ca naṁ nikkhipeyyuṁ. અને એના માલિક વાસણને ના તો વાપરે, ના તો સાફ કરે અને એના ઉપરાંત એને ગંદી જગ્યામાં રાખે.

Evañhi sā, āvuso, kaṁsapāti aparena samayena saṅkiliṭṭhatarā assa malaggahitā”ti? થોડા વખત પછી, આદરણીયો, એ વાસણ વધારે મેલું અને ડાઘાવાળું ના થાય?”

“Evamāvuso”ti. “હા, આદરણીય.”

“Evameva kho, āvuso, yvāyaṁ puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ nappajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—subhanimittaṁ manasi karissati, tassa subhanimittassa manasikārā rāgo cittaṁ anuddhaṁsessati; “એવી જ રીતે, આદરણીયો, એક અવગુણરહિત માણસ જેને બરાબર નથી સમજાયું કે ‘મારામાં અવગુણ નથી’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ સુંદરતા પર ધ્યાન આપશે અને સુંદરતા પર ધ્યાન આપવાથી એના મનને કામરાગનો ચેપ લાગશે;

so sarāgo sadoso samoho sāṅgaṇo saṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસાયુક્ત, દ્વેષયુક્ત, મોહયુક્ત, અવગુણયુક્ત, અને અશુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Tatrāvuso, yvāyaṁ puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—subhanimittaṁ na manasi karissati, tassa subhanimittassa amanasikārā rāgo cittaṁ nānuddhaṁsessati; અહીંયા આદરણીયો, એક અવગુણરહિત માણસ જેને બરાબર સમજાયું છે કે ‘મારામાં અવગુણ નથી’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ સુંદરતા પર ધ્યાન નહીં આપે અને સુંદરતા પર ધ્યાન ના આપવાથી એના મનને કામરાગનો ચેપ નહીં લાગે;

so arāgo adoso amoho anaṅgaṇo asaṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસામુક્ત, દ્વેષમુક્ત, મોહમુક્ત, અવગુણમુક્ત, અને શુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Seyyathāpi, āvuso, kaṁsapāti ābhatā āpaṇā vā kammārakulā vā parisuddhā pariyodātā. આદરણીયો, ધારોકે કોઇ લુહાર પાસેથી અથવા દુકાનમાંથી તાંબાનું ચોખ્ખું અને ચમકદાર વાસણ લઇ આવે.

Tamenaṁ sāmikā paribhuñjeyyuñceva pariyodapeyyuñca, na ca naṁ rajāpathe nikkhipeyyuṁ. અને એના માલિક વાસણને વાપરે તથા સાફ કરે અને એને ચોખ્ખી જગ્યામાં રાખે.

Evañhi sā, āvuso, kaṁsapāti aparena samayena parisuddhatarā assa pariyodātā”ti? થોડા વખત પછી, આદરણીયો, એ વાસણ વધારે સ્વચ્છ અને તેજસ્વી ના થાય?”

“Evamāvuso”ti. “હા, આદરણીય.”

“Evameva kho, āvuso, yvāyaṁ puggalo anaṅgaṇova samāno ‘natthi me ajjhattaṁ aṅgaṇan’ti yathābhūtaṁ pajānāti, tassetaṁ pāṭikaṅkhaṁ—subhanimittaṁ na manasi karissati, tassa subhanimittassa amanasikārā rāgo cittaṁ nānuddhaṁsessati; “એવી જ રીતે, આદરણીયો, એક અવગુણરહિત માણસ જેને બરાબર સમજાયું છે કે ‘મારામાં અવગુણ નથી’, એની પાસેથી એવી અપેક્ષા રખાય: એ સુંદરતા પર ધ્યાન નહીં આપે અને સુંદરતા પર ધ્યાન ના આપવાથી એના મનને કામરાગનો ચેપ નહીં લાગે;

so arāgo adoso amoho anaṅgaṇo asaṅkiliṭṭhacitto kālaṁ karissati. અને તેઓ લાલસામુક્ત, દ્વેષમુક્ત, મોહમુક્ત, અવગુણમુક્ત, અને શુદ્ધ મન સાથે મૃત્યુ પામશે.

Ayaṁ kho, āvuso moggallāna, hetu ayaṁ paccayo yenimesaṁ dvinnaṁ puggalānaṁ sāṅgaṇānaṁyeva sataṁ eko hīnapuriso akkhāyati, eko seṭṭhapuriso akkhāyati. આદરણીય મોગલ્લાન, આ કારણ છે, આ પ્રત્યય છે, જેના લીધે બે અવગુણવાળા માણસોમાં એકને બદતર કહેવાય અને એકને વધારે સારો કહેવાય.

Ayaṁ panāvuso moggallāna, hetu ayaṁ paccayo yenimesaṁ dvinnaṁ puggalānaṁ anaṅgaṇānaṁyeva sataṁ eko hīnapuriso akkhāyati, eko seṭṭhapuriso akkhāyatī”ti. આદરણીય મોગલ્લાન, આ કારણ છે, આ પ્રત્યય છે, જેના લીધે બે અવગુણરહિત માણસોમાં એકને બદતર કહેવાય અને એકને વધારે સારો કહેવાય.”

“Aṅgaṇaṁ aṅgaṇanti, āvuso, vuccati. “આદરણીય, ‘અવગુણ, અવગુણ’ કહેવાય છે.

Kissa nu kho etaṁ, āvuso, adhivacanaṁ yadidaṁ aṅgaṇan”ti? ‘અવગુણ’ની વ્યાખ્યા આ સંદર્ભમાં શું છે, આદરણીય?”

“Pāpakānaṁ kho etaṁ, āvuso, akusalānaṁ icchāvacarānaṁ adhivacanaṁ, yadidaṁ aṅgaṇan”ti. “આદરણીય, હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રના સંદર્ભમાં ‘અવગુણ’ની વાત કરાય.”

“Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: “આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘āpattiñca vata āpanno assaṁ, na ca maṁ bhikkhū jāneyyuṁ āpattiṁ āpanno’ti. ‘હું જો કોઇ અપરાધ કરું તો બીજા ભિક્ષુઓને ખબર ના પડે તો સારું.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ taṁ bhikkhuṁ bhikkhū jāneyyuṁ: પણ એવું સંભવ છે કે બીજા ભિક્ષુઓને ખબર પડી જાય કે:

‘āpattiṁ āpanno’ti. ‘એ ભિક્ષુએ અપરાધ કર્યો છે.’

‘Jānanti maṁ bhikkhū āpattiṁ āpanno’ti—એવું વિચારીને કે:‘બીજા ભિક્ષુઓને મારા અપરાધની ખબર છે’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘āpattiñca vata āpanno assaṁ, anuraho maṁ bhikkhū codeyyuṁ, no saṅghamajjhe’ti. ‘હું જો કોઇ અપરાધ કરું તો બીજા ભિક્ષુઓ મને ખાનગીમાં ઠપકો આપે તો સારુ, બધાની સામે નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ taṁ bhikkhuṁ bhikkhū saṅghamajjhe codeyyuṁ, no anuraho. પણ એવું સંભવ છે કે બીજા ભિક્ષુઓ બધાની સામે એને ઠપકો આપે, ખાનગીમાં નહીં.

‘Saṅghamajjhe maṁ bhikkhū codenti, no anuraho’ti—એવું વિચારીને કે:‘બીજા ભિક્ષુઓની સામે મને ઠપકો આપ્યો, ખાનગીમાં નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘āpattiñca vata āpanno assaṁ, sappaṭipuggalo maṁ codeyya, no appaṭipuggalo’ti. ‘હું જો કોઇ અપરાધ કરું તો ઠપકો મારી સરખામણીમાં સમાન સ્તરના ભિક્ષુ આપે તો સારુ, અસમાન સ્તરના નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ taṁ bhikkhuṁ appaṭipuggalo codeyya, no sappaṭipuggalo. પણ એવું સંભવ છે કે અસમાન સ્તરના ભિક્ષુ એને ઠપકો આપે, સમાન સ્તરના નહીં.

‘Appaṭipuggalo maṁ codeti, no sappaṭipuggalo’ti—એવું વિચારીને:‘અસમાન સ્તરના ભિક્ષુએ ઠપકો આપ્યો, સમાન સ્તરના ભિક્ષુએ નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata mameva satthā paṭipucchitvā paṭipucchitvā bhikkhūnaṁ dhammaṁ deseyya, na aññaṁ bhikkhuṁ satthā paṭipucchitvā paṭipucchitvā bhikkhūnaṁ dhammaṁ deseyyā’ti. ‘મને એવી આશા છે કે ભદવંત મને જ સવાલો પૂછીને ધર્મશિક્ષા આપે, બીજા ભિક્ષુઓને નહીં’.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ aññaṁ bhikkhuṁ satthā paṭipucchitvā paṭipucchitvā bhikkhūnaṁ dhammaṁ deseyya, na taṁ bhikkhuṁ satthā paṭipucchitvā paṭipucchitvā bhikkhūnaṁ dhammaṁ deseyya. પણ એવું સંભવ છે કે ભગવંત બીજા ભિક્ષુઓને સવાલો પુછીને ધર્મશિક્ષા આપે, એ ભિક્ષુને નહીં.

‘Aññaṁ bhikkhuṁ satthā paṭipucchitvā paṭipucchitvā bhikkhūnaṁ dhammaṁ deseti, na maṁ satthā paṭipucchitvā paṭipucchitvā bhikkhūnaṁ dhammaṁ desetī’ti—એવું વિચારીને કે: ‘ભગવંતે બીજા ભિક્ષુને સવાલો પુછીને ધર્મશિક્ષા આપી, મને પુછીને નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata mameva bhikkhū purakkhatvā purakkhatvā gāmaṁ bhattāya paviseyyuṁ, na aññaṁ bhikkhuṁ bhikkhū purakkhatvā purakkhatvā gāmaṁ bhattāya paviseyyun’ti. ‘મને એવી આશા છે કે ભિક્ષુઓ ગામમાં ભોજન માટે જતી વખતે મને સૌથી આગળ રાખીને જાય, કોઇ બીજા ભિક્ષુને નહીં’.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ aññaṁ bhikkhuṁ bhikkhū purakkhatvā purakkhatvā gāmaṁ bhattāya paviseyyuṁ, na taṁ bhikkhuṁ bhikkhū purakkhatvā purakkhatvā gāmaṁ bhattāya paviseyyuṁ. પણ એવું સંભવ છે કે ભિક્ષુઓ કોઇ બીજા ભિક્ષુને આગળ રાખીને ગામમાં ભોજન માટે જાય.

‘Aññaṁ bhikkhuṁ bhikkhū purakkhatvā purakkhatvā gāmaṁ bhattāya pavisanti, na maṁ bhikkhū purakkhatvā purakkhatvā gāmaṁ bhattāya pavisantī’ti—એવું વિચારીને કે: ‘બીજા ભિક્ષુને અગળ રાખીને ગામમાં ભોજન માટે ગયા, મને સૌથી અગળ રાખીને નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata ahameva labheyyaṁ bhattagge aggāsanaṁ aggodakaṁ aggapiṇḍaṁ, na añño bhikkhu labheyya bhattagge aggāsanaṁ aggodakaṁ aggapiṇḍan’ti. ‘મને એવી આશા છે કે ભોજનાલયમાં મને એકલાને જ શ્રેષ્ઠ બેસવાની જગ્યા, ખાવાનું, પીવાનું, ભિક્ષાહાર, અને ભોજન મળે, બીજા કોઇ ભિક્ષુને નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ añño bhikkhu labheyya bhattagge aggāsanaṁ aggodakaṁ aggapiṇḍaṁ, na so bhikkhu labheyya bhattagge aggāsanaṁ aggodakaṁ aggapiṇḍaṁ. પણ એવું સંભવ છે કે કોઇ બીજા ભિક્ષુને શ્રેષ્ઠ બેસવાની જગ્યા, ખાવાનું, પીવાનું, ભિક્ષાહાર, અને ભોજન મળે, એ ભિક્ષુને નહીં.

‘Añño bhikkhu labhati bhattagge aggāsanaṁ aggodakaṁ aggapiṇḍaṁ, nāhaṁ labhāmi bhattagge aggāsanaṁ aggodakaṁ aggapiṇḍan’ti—એવું વિચારીને કે: ‘બીજા ભિક્ષુને શ્રેષ્ઠ બેસવાની જગ્યા, ખાવાનું, પીવાનું, ભિક્ષાહાર, અને ભોજન મળ્યું, મને નહીં.’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata ahameva bhattagge bhuttāvī anumodeyyaṁ, na añño bhikkhu bhattagge bhuttāvī anumodeyyā’ti. ‘મને એવી આશા છે કે ભોજન સમાપ્ત થાય ત્યારે હું જ આભાર અને અનુમોદન કરું, કોઇ બીજા ભિક્ષુ નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ añño bhikkhu bhattagge bhuttāvī anumodeyya, na so bhikkhu bhattagge bhuttāvī anumodeyya. પણ એવું સંભવ છે કે ભોજન સમાપ્ત થાય ત્યારે કોઇ બીજો ભિક્ષુ આભાર અને અનુમોદન કરે, એ ભિક્ષુ નહીં.

‘Añño bhikkhu bhattagge bhuttāvī anumodati, nāhaṁ bhattagge bhuttāvī anumodāmī’ti—એવું વિચારીને: ‘બીજા ભિક્ષુને આભાર અને અનુમોદન કરવા મળ્યું, મને નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata ahameva ārāmagatānaṁ bhikkhūnaṁ dhammaṁ deseyyaṁ, na añño bhikkhu ārāmagatānaṁ bhikkhūnaṁ dhammaṁ deseyyā’ti. ‘મને એવી આશા છે કે રહેવા આવેલા ભિક્ષુઓને હું જ ધર્મશિક્ષા આપું, બીજા ભિક્ષુઓ નહીં’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ añño bhikkhu ārāmagatānaṁ bhikkhūnaṁ dhammaṁ deseyya, na so bhikkhu ārāmagatānaṁ bhikkhūnaṁ dhammaṁ deseyya. પણ એવું સંભવ છે કે રહેવા આવેલા ભિક્ષુઓને કોઇ બીજા ભિક્ષુઓ ધર્મશિક્ષા આપે, એ ભિક્ષુ નહીં.

‘Añño bhikkhu ārāmagatānaṁ bhikkhūnaṁ dhammaṁ deseti, nāhaṁ ārāmagatānaṁ bhikkhūnaṁ dhammaṁ desemī’ti—એવું વિચારીને કે: ‘રહેવા આવેલા ભિક્ષુઓને કોઇ બીજા ભિક્ષુઓએ ધર્મશિક્ષા આપી, મેં નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata ahameva ārāmagatānaṁ bhikkhunīnaṁ dhammaṁ deseyyaṁ …pe… ‘મને એવી આશા છે કે રહેવા આવેલી ભિક્ષુણીઓને હું જ ધર્મશિક્ષા આપું, બીજા ભિક્ષુઓ નહીં …

upāsakānaṁ dhammaṁ deseyyaṁ …pe… … ઉપાસકોને …

upāsikānaṁ dhammaṁ deseyyaṁ, na añño bhikkhu ārāmagatānaṁ upāsikānaṁ dhammaṁ deseyyā’ti. … ઉપાસિકાઓને …

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ añño bhikkhu ārāmagatānaṁ upāsikānaṁ dhammaṁ deseyya, na so bhikkhu ārāmagatānaṁ upāsikānaṁ dhammaṁ deseyya. પણ એવું સંભવ છે કે રહેવા આવેલી ઉપાસિકાઓને કોઇ બીજા ભિક્ષુઓ ધર્મશિક્ષા આપે, એ ભિક્ષુ નહીં.

‘Añño bhikkhu ārāmagatānaṁ upāsikānaṁ dhammaṁ deseti, nāhaṁ ārāmagatānaṁ upāsikānaṁ dhammaṁ desemī’ti—એવું વિચારીને કે: ‘રહેવા આવેલી ઉપાસિકાઓને કોઇ બીજા ભિક્ષુઓએ ધર્મશિક્ષા આપી, મેં નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata mameva bhikkhū sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyuṁ, na aññaṁ bhikkhuṁ bhikkhū sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyun’ti. ‘મને એવી આશા છે કે ભિક્ષુઓ મારો જ સત્કાર કરે, મને માન આપે, અને મારી પૂજા કરે, કોઇ બીજા ભિક્ષુની નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ aññaṁ bhikkhuṁ bhikkhū sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyuṁ, na taṁ bhikkhuṁ bhikkhū sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyuṁ. પણ એવું સંભવ છે કે ભિક્ષુઓ કોઇ બીજા ભિક્ષુનો સત્કાર કરે,માન અપે, અને પૂજા કરે, એ ભિક્ષુની નહીં.

‘Aññaṁ bhikkhuṁ bhikkhū sakkaronti garuṁ karonti mānenti pūjenti, na maṁ bhikkhū sakkaronti garuṁ karonti mānenti pūjentī’ti—એવું વિચારીને: ‘બીજા ભિક્ષુઓનો સત્કાર કર્યો, માન આપ્યું, અને પૂજા કરી, મારી નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata mameva bhikkhuniyo …pe… ‘મને એવી આશા છે કે ભિક્ષુણીઓ …

upāsakā …pe… … ઉપાસકો …

upāsikā sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyuṁ, na aññaṁ bhikkhuṁ upāsikā sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyun’ti. ‘મને એવી આશા છે કે ઉપાસિકાઓ મારો જ સત્કાર કરે, મને માન આપે, અને મારી પૂજા કરે, કોઇ બીજા ભિક્ષુની નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ aññaṁ bhikkhuṁ upāsikā sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyuṁ, na taṁ bhikkhuṁ upāsikā sakkareyyuṁ garuṁ kareyyuṁ māneyyuṁ pūjeyyuṁ. પણ એવું સંભવ છે કે ઉપાસિકાઓ કોઇ બીજા ભિક્ષુનો સત્કાર કરે,માન અપે, અને પૂજા કરે, એ ભિક્ષુની નહીં.

‘Aññaṁ bhikkhuṁ upāsikā sakkaronti garuṁ karonti mānenti pūjenti, na maṁ upāsikā sakkaronti garuṁ karonti mānenti pūjentī’ti—એવું વિચારીને: ‘બીજા ભિક્ષુઓનો સત્કાર, માન, અને પૂજા થાય છે, મારી નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata ahameva lābhī assaṁ paṇītānaṁ cīvarānaṁ, na añño bhikkhu lābhī assa paṇītānaṁ cīvarānan’ti. ‘મને એવી આશા છે કે મને એકલાને જ ઉત્તમ વસ્ત્રો મળે, કોઇ બીજા ભિક્ષુને નહીં.’

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ añño bhikkhu lābhī assa paṇītānaṁ cīvarānaṁ, na so bhikkhu lābhī assa paṇītānaṁ cīvarānaṁ. પણ એવું સંભવ છે કે કોઇ બીજા ભિક્ષુને ઉત્તમ વસ્ત્રો મળે, એ ભિક્ષુ નહીં.

‘Añño bhikkhu lābhī paṇītānaṁ cīvarānaṁ, nāhaṁ lābhī paṇītānaṁ cīvarānan’ti—એવું વિચારીને કે: ‘બીજા ભિક્ષુને ઉત્તમ વસ્ત્રો મળ્યા, મને નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ idhekaccassa bhikkhuno evaṁ icchā uppajjeyya: આદરણીય, એવું સંભવ છે કે એક ભિક્ષુના મનમાં એવી ઇચ્છા ઉત્પન્ન થાય:

‘aho vata ahameva lābhī assaṁ paṇītānaṁ piṇḍapātānaṁ …pe… ‘મને એવી આશા છે કે મને એકલાને જ ઉત્તમ ભિક્ષાન્ન મળે, કોઇ બીજા ભિક્ષુને નહીં …

paṇītānaṁ senāsanānaṁ …pe… … રહેવાની જગ્યા …

paṇītānaṁ gilānappaccayabhesajjaparikkhārānaṁ, na añño bhikkhu lābhī assa paṇītānaṁ gilānappaccayabhesajjaparikkhārānan’ti. … માંદગી માટેની દવાઓ અને સામગ્રીઓ …

Ṭhānaṁ kho panetaṁ, āvuso, vijjati yaṁ añño bhikkhu lābhī assa paṇītānaṁ gilānappaccayabhesajjaparikkhārānaṁ, na so bhikkhu lābhī assa paṇītānaṁ gilānappaccayabhesajjaparikkhārānaṁ. પણ એવું સંભવ છે કે કોઇ બીજા ભિક્ષુને ઉત્તમ વસ્ત્રો, ભિક્ષાન્ન, રહેવાની જગ્યા, માંદગી માટેની દવાઓ અને સામગ્રીઓ મળે, એ ભિક્ષુ નહીં.

‘Añño bhikkhu lābhī paṇītānaṁ gilānappaccayabhesajjaparikkhārānaṁ, nāhaṁ lābhī paṇītānaṁ gilānappaccayabhesajjaparikkhārānan’ti—એવું વિચારીને કે: ‘બીજા ભિક્ષુને ઉત્તમ વસ્ત્રો ભિક્ષાન્ન, રહેવાની જગ્યા, માંદગી માટેની દવાઓ અને સામગ્રીઓ મળી, મને નહીં’—

iti so kupito hoti appatīto. એ ક્રોધિત અને કડવા થઇ જાય છે.

Yo ceva kho, āvuso, kopo yo ca appaccayo—આદરણીય, એ ક્રોધ અને કડવાશ—

ubhayametaṁ aṅgaṇaṁ. બંને અવગુણ છે.

Imesaṁ kho etaṁ, āvuso, pāpakānaṁ akusalānaṁ icchāvacarānaṁ adhivacanaṁ, yadidaṁ aṅgaṇanti. આદરણીય, આવી હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓને ‘અવગુણ’ કહેવાય.

Yassa kassaci, āvuso, bhikkhuno ime pāpakā akusalā icchāvacarā appahīnā dissanti ceva sūyanti ca, kiñcāpi so hoti āraññiko pantasenāsano piṇḍapātiko sapadānacārī paṁsukūliko lūkhacīvaradharo, atha kho naṁ sabrahmacārī na ceva sakkaronti na garuṁ karonti na mānenti na pūjenti. ધારોકે કોઇ ભિક્ષુ વિષે જો એવું સાંભળવામાં અણે જોવામાં આવ્યું હોય કે એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ નથી કર્યો, તો પછી એ વનવાસી, એકાંત કુટી નિવાસી, ભિક્ષાન્ન આહારી, ભિક્ષા ભ્રમણી, કે ફાટેલા સીવેલા અને ચીંથરા પહેરનાર હોય, તો પણ બીજા સંગાર્થીઓ એનો સત્કાર નથી કરતા, એને માન નથી આપતા, એની પૂજા નથી કરતા.

Taṁ kissa hetu? એ શેના માટે?

Te hi tassa āyasmato pāpakā akusalā icchāvacarā appahīnā dissanti ceva sūyanti ca. એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ નથી કર્યો એટલા માટે.

Seyyathāpi, āvuso, kaṁsapāti ābhatā āpaṇā vā kammārakulā vā parisuddhā pariyodātā. આદરણીયો, ધારોકે કોઇ લુહાર પાસેથી અથવા દુકાનમાંથી તાંબાનું ચોખ્ખું અને ચમકદાર વાસણ લઇ આવે.

Tamenaṁ sāmikā ahikuṇapaṁ vā kukkurakuṇapaṁ vā manussakuṇapaṁ vā racayitvā aññissā kaṁsapātiyā paṭikujjitvā antarāpaṇaṁ paṭipajjeyyuṁ. પછી એના માલિક એમાં સાપ, કુતરા, કે મનુષ્યનું શબ ભરીને ઢાકણ ઢાંકી દે અને બજારમાં એનું પ્રદર્શન કરે.

Tamenaṁ jano disvā evaṁ vadeyya: જ્યારે લોકો એને જુએ તો એવું કહે:

‘ambho, kimevidaṁ harīyati jaññajaññaṁ viyā’ti? ‘મહોદય, આ શું ઝગઝગીત મુલ્યવાન વસ્તુ લઇને ફરો છો?’

Tamenaṁ uṭṭhahitvā apāpuritvā olokeyya. તો એ લોકોને બતાડવા માટે ઢાકણ ખોલી દે.

Tassa sahadassanena amanāpatā ca saṇṭhaheyya, pāṭikulyatā ca saṇṭhaheyya, jegucchatā ca saṇṭhaheyya; પણ જેવું અંદર જુએ તેવું તરત જ લોકોને સખત સૂગ, ઘૃણા, અને તિરસ્કારનો અનુભવ થાય.

jighacchitānampi na bhottukamyatā assa, pageva suhitānaṁ. જેને ભૂખ લાગી હતી તેઓ પણ ના ખાઇ શકે, તો જેણે પેટ ભરીને ખાધું હોય તેની શું વાત.

Evameva kho, āvuso, yassa kassaci bhikkhuno ime pāpakā akusalā icchāvacarā appahīnā dissanti ceva sūyanti ca, kiñcāpi so hoti āraññiko pantasenāsano piṇḍapātiko sapadānacārī paṁsukūliko lūkhacīvaradharo, atha kho naṁ sabrahmacārī na ceva sakkaronti na garuṁ karonti na mānenti na pūjenti. એ જ રીતે, ધારોકે કોઇ ભિક્ષુ વિષે જો એવું સાંભળવામાં અણે જોવામાં આવ્યું હોય કે એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ નથી કર્યો, તો પછી એ વનવાસી, એકાંત કુટી નિવાસી, ભિક્ષાન્ન આહારી, ભિક્ષા ભ્રમણી, કે ફાટેલા સીવેલા અને ચીંથરા પહેરનાર હોય, તો પણ બીજા સંગાર્થીઓ એનો સત્કાર નથી કરતા, એને માન નથી આપતા, એની પૂજા નથી કરતા.

Taṁ kissa hetu? એ શેના માટે?

Te hi tassa āyasmato pāpakā akusalā icchāvacarā appahīnā dissanti ceva sūyanti ca. એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ નથી કર્યો એટલા માટે.

Yassa kassaci, āvuso, bhikkhuno ime pāpakā akusalā icchāvacarā pahīnā dissanti ceva sūyanti ca, kiñcāpi so hoti gāmantavihārī nemantaniko gahapaticīvaradharo, atha kho naṁ sabrahmacārī sakkaronti garuṁ karonti mānenti pūjenti. ધારોકે કોઇ ભિક્ષુ વિષે જો એવું સાંભળવામાં અણે જોવામાં આવ્યું હોય કે એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ કર્યો છે, તો પછી એ ગામમાં રહેતો હોય, ભોજનના આમંત્રણ સ્વીકાર કરતો હોય, કે ગૃહસ્તીઓએ આપેલા કપડા પહેરનાર હોય, તો પણ બીજા ધર્મસંગાર્થીઓ એનો સત્કાર કરે છે, એને માન આપે છે, એની પૂજા કરે છે.

Taṁ kissa hetu? એ શેના માટે?

Te hi tassa āyasmato pāpakā akusalā icchāvacarā pahīnā dissanti ceva sūyanti ca. એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ નથી કર્યો એટલા માટે.

Seyyathāpi, āvuso, kaṁsapāti ābhatā āpaṇā vā kammārakulā vā parisuddhā pariyodātā. આદરણીયો, ધારોકે કોઇ લુહાર પાસેથી અથવા દુકાનમાંથી તાંબાનું ચોખ્ખું અને ચમકદાર વાસણ લઇ આવે.

Tamenaṁ sāmikā sālīnaṁ odanaṁ vicitakāḷakaṁ anekasūpaṁ anekabyañjanaṁ racayitvā aññissā kaṁsapātiyā paṭikujjitvā antarāpaṇaṁ paṭipajjeyyuṁ. પછી એના માલિક એમાં સાફ કરેલો ઝીણો ભાત, દાળ, અને બીજા વ્યંજનોથી ભરી, એનાપર બીજી થાળી ઢાંકી દે અને બજારમાં એનું પ્રદર્શન કરે.

Tamenaṁ jano disvā evaṁ vadeyya: જ્યારે લોકો એને જુએ તો એવું કહે:

‘ambho, kimevidaṁ harīyati jaññajaññaṁ viyā’ti? ‘મહોદય, આ શું ઝગઝગીત મુલ્યવાન વસ્તુ લઇને ફરો છો?’

Tamenaṁ uṭṭhahitvā apāpuritvā olokeyya. તો એ લોકોને બતાડવા માટે ઢાકણ ખોલી દે.

Tassa saha dassanena manāpatā ca saṇṭhaheyya, appāṭikulyatā ca saṇṭhaheyya, ajegucchatā ca saṇṭhaheyya; જેવું અંદર જુએ તેવું તરત જ લોકોને અતિશય રુચિ, પ્રસન્નતા, અને આકર્ષણનો અનુભવ થાય.

suhitānampi bhottukamyatā assa, pageva jighacchitānaṁ. જેને ખાધું હોય એમને પણ ફરીથી ખાવાનું મન થઇ જાય, તો જેને ભૂખ લાગી હોય તેની શું વાત.

Evameva kho, āvuso, yassa kassaci bhikkhuno ime pāpakā akusalā icchāvacarā pahīnā dissanti ceva sūyanti ca, kiñcāpi so hoti gāmantavihārī nemantaniko gahapaticīvaradharo, atha kho naṁ sabrahmacārī sakkaronti garuṁ karonti mānenti pūjenti. એ જ રીતે, ધારોકે કોઇ ભિક્ષુ વિષે જો એવું સાંભળવામાં અણે જોવામાં આવ્યું હોય કે એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ કર્યો છે, તો પછી એ ગામમાં રહેતો હોય, ભોજનના આમંત્રણ સ્વીકાર કરતો હોય, કે ગૃહસ્તીઓએ આપેલા કપડા પહેરનાર હોય, તો પણ બીજા ધર્મસંગાર્થીઓ એનો સત્કાર કરે છે, એને માન આપે છે, એની પૂજા કરે છે.

Taṁ kissa hetu? એ શેના માટે?

Te hi tassa āyasmato pāpakā akusalā icchāvacarā pahīnā dissanti ceva sūyanti cā”ti. એણે હાનિકારક તથા અકુશળ ઇચ્છાઓના પ્રભાવક્ષેત્રનો ત્યાગ કર્યો છે એટલા માટે.”

Evaṁ vutte, āyasmā mahāmoggallāno āyasmantaṁ sāriputtaṁ etadavoca: જયારે એમણે એવું કહ્યું, ત્યારે આદરણીય મહામોગલ્લાને સારિપુત્રને કહ્યું:

“upamā maṁ, āvuso sāriputta, paṭibhātī”ti. “આદરણીય સારિપુત્ર, મને એક ઉપમા સુજી છે.”

“Paṭibhātu taṁ, āvuso moggallānā”ti. “આદરણીય મોગલ્લાન, જેમ પ્રેરણા થાય તેમ કહો.”

“Ekamidāhaṁ, āvuso, samayaṁ rājagahe viharāmi giribbaje. “એક વખત હું રાજગૃહ, ગિરિવ્રજમાં વિહા૨ કરી રહ્યો હતો.

Atha khvāhaṁ, āvuso, pubbaṇhasamayaṁ nivāsetvā pattacīvaramādāya rājagahaṁ piṇḍāya pāvisiṁ. ત્યારે, સવારમાં કપડા પહેરીને તૈયાર થઇને ભિક્ષાનો વાડકો લઇને રાજગૃહમાં ભિક્ષા માટે પ્રવેશ્યો.

Tena kho pana samayena samīti yānakāraputto rathassa nemiṁ tacchati. તે વખતે, યાનકારનો પુત્ર સમીતિ રથના પૈડાની કિનારી ઘસી રહ્યો હતો.

Tamenaṁ paṇḍuputto ājīvako purāṇayānakāraputto paccupaṭṭhito hoti. ત્યાં ભૂતપૂર્વ યાનકાર આજીવક પંડુપુત્ર હાજર હતો.

Atha kho, āvuso, paṇḍuputtassa ājīvakassa purāṇayānakāraputtassa evaṁ cetaso parivitakko udapādi: ત્યારે, આદરણીય, આજીવક પંડુપુત્રના મનમાં એવો વિચાર આવ્યો:

‘aho vatāyaṁ samīti yānakāraputto imissā nemiyā imañca vaṅkaṁ imañca jimhaṁ imañca dosaṁ taccheyya, evāyaṁ nemi apagatavaṅkā apagatajimhā apagatadosā suddhā assa sāre patiṭṭhitā’ti. ‘હાય, આ સમીતિ જો પૈડાની કિનારીની વાંકાશ, ખાડા, અને ખામીઓ ઘસીને દૂર કરી દે તો સારું. તો પૈડું વાંકાશ, ખાડા, અને ખામીઓ રહિત થઇને સરસ અવસ્થામાં સ્થાપિત થાય.’

Yathā yathā kho, āvuso, paṇḍuputtassa ājīvakassa purāṇayānakāraputtassa cetaso parivitakko hoti tathā tathā samīti yānakāraputto tassā nemiyā tañca vaṅkaṁ tañca jimhaṁ tañca dosaṁ tacchati. અને જેમ પંડુપુત્રએ વિચાર્યું હતું એ જ પ્રમાણે સમીતિએ પૈડાની વાંકાશ, ખાડા, અને ખામીઓ ઘસીને દૂર કરી.

Atha kho, āvuso, paṇḍuputto ājīvako purāṇayānakāraputto attamano attamanavācaṁ nicchāresi: ત્યારે પંડુપુત્રએ સંતુષ્ટ થઇને કહ્યું:

‘hadayā hadayaṁ maññe aññāya tacchatī’ti. ‘એ મારા મનને પોતાના મનથી જાણીને કોતરણી કરે છે.’

Evameva kho, āvuso, ye te puggalā assaddhā, jīvikatthā na saddhā agārasmā anagāriyaṁ pabbajitā, saṭhā māyāvino ketabino uddhatā unnaḷā capalā mukharā vikiṇṇavācā, indriyesu aguttadvārā, bhojane amattaññuno, jāgariyaṁ ananuyuttā, sāmaññe anapekkhavanto, sikkhāya na tibbagāravā, bāhulikā sāthalikā, okkamane pubbaṅgamā, paviveke nikkhittadhurā, kusītā hīnavīriyā muṭṭhassatī asampajānā asamāhitā vibbhantacittā duppaññā eḷamūgā, tesaṁ āyasmā sāriputto iminā dhammapariyāyena hadayā hadayaṁ maññe aññāya tacchati. એ જ પ્રમાણે, આદરણીય, એવા અમુક અશ્રદ્ધાળુ લોકો હોય છે જે ગૃહસ્ત જીવન છોડીને બેઘર થાય છે, શ્રદ્ધાપૂર્વક નહીં, પણ આજીવિકા માટે. તેઓ ધુતારા, કપટી, અને પાખંડી હોય છે. તેઓ ઉદ્ધત, ઘમંડી, ચંચળ, અશ્લીલ, અને છુટ્ટી જીભવાળા હોય છે. તેઓ ઇંદ્રિયોનો સંયમ નથી કરતા, ખાવામાં સંયમ નથી રાખતા, અને જાગૃતતામાં તત્પર નથી હોતા. એમને સન્યાસની જરાય પરવા નથી હોતી અને ધર્મશિક્ષાનો તીવ્ર આદર નથી હોતો. તેઓ જોડતોડ કરવાવાળા, પાછળ રહી જવામાં નિપુણ, એકાંત ચિંતનની અવદણના કરનારા, આળસુ અને સુસ્ત હોય છે. તેઓ મિથ્યા સ્મૃતિવાળા, અસમજ઼ુ, ચિત્ત એકાગ્રતા અને સમાધિ રહીન, ભટકતા મન વાળા, જડ અને ડફોળ હોય છે. આદરણીય સારિપુત્ર જાણે એમના મનને પોતાના મનથી જાણીને આ ઉપદેષ દ્વારા એમના અવગુણોની કોતરણી કરી દૂર કરે છે.

Ye pana te kulaputtā saddhā agārasmā anagāriyaṁ pabbajitā, asaṭhā amāyāvino aketabino anuddhatā anunnaḷā acapalā amukharā avikiṇṇavācā, indriyesu guttadvārā, bhojane mattaññuno, jāgariyaṁ anuyuttā, sāmaññe apekkhavanto, sikkhāya tibbagāravā, na bāhulikā na sāthalikā, okkamane nikkhittadhurā, paviveke pubbaṅgamā, āraddhavīriyā pahitattā upaṭṭhitassatī sampajānā samāhitā ekaggacittā paññavanto aneḷamūgā, te āyasmato sāriputtassa imaṁ dhammapariyāyaṁ sutvā pivanti maññe, ghasanti maññe vacasā ceva manasā ca: પણ આદરણીય, અહીંયા એવા અમુક શ્રદ્ધાળુ લોકો હોય છે જે ગૃહસ્ત જીવન છોડીને શ્રદ્ધાપૂર્વક બેઘર થાય છે, આજીવિકા માટે નહીં. તેઓ ધુતારા, કપટી, અને પાખંડી નથી હોતા. તેઓ ઉદ્ધત, ઘમંડી, ચંચળ, અશ્લીલ, અને છુટ્ટી જીભવાળા નથી હોતા. તેઓ ઇંદ્રિયોનો સંયમ કરે છે, ખાવામાં સંયમ રાખે છે, અને જાગૃતતામાં તત્પર હોય છે. એમને સન્યાસની પરવા હોય છે અને ધર્મશિક્ષાનો તીવ્ર આદર હોય છે. તેઓ જોડતોડ નથી કરતા, પાછળ નથી રહી જતા, એકાંત ચિંતનની અવદણના નથી કરતા. તેઓ ઉદ્યમિ અને મહેનતુ હોય છે. તેઓ સારી સ્મૃતિવાળા, સમજ઼ુ, ચિત્ત એકાગ્રતા અને સમાધિ સહિત હોય છે. તેઓ પ્રજ્ઞ અને ચતુર હોય છે. આદરણીય સારિપુત્રના આ ઉપદેષને સાંભળીને તેઓ મનથી એ વચનો જાણે ખાઇ પીને ગ્રહણ કરે છે. બોલી અને મનમાં કહે છે:

‘sādhu vata, bho, sabrahmacārī akusalā vuṭṭhāpetvā kusale patiṭṭhāpetī’ti. ‘કેવું સરસ કે તેઓ ધર્મસંગાર્થીઓને અકુશળથી દૂર લઇ જઇને કુશળતામાં સ્થાપિત કરે છે.’

Seyyathāpi, āvuso, itthī vā puriso vā daharo yuvā maṇḍanakajātiko sīsaṁnhāto uppalamālaṁ vā vassikamālaṁ vā atimuttakamālaṁ vā labhitvā ubhohi hatthehi paṭiggahetvā uttamaṅge sirasmiṁ patiṭṭhapeyya; આદરણીયો, ધારોકે કોઇ જુવાન સ્ત્રી કે પુરુષ હોય, જેને શણગારનો શોખ હોય, જેણે વાળ અને માથું ધોયું હોય અને જેમ લઇઆવેલી કમળ કે જુહી કે મોગરાની માળા બંને હાથમાં પકડી માથા પર મુકે;

evameva kho, āvuso, ye te kulaputtā saddhā agārasmā anagāriyaṁ pabbajitā, asaṭhā amāyāvino aketabino anuddhatā anunnaḷā acapalā amukharā avikiṇṇavācā, indriyesu guttadvārā, bhojane mattaññuno, jāgariyaṁ anuyuttā, sāmaññe apekkhavanto, sikkhāya tibbagāravā, na bāhulikā na sāthalikā, okkamane nikkhittadhurā, paviveke pubbaṅgamā, āraddhavīriyā pahitattā upaṭṭhitassatī sampajānā samāhitā ekaggacittā paññavanto aneḷamūgā, te āyasmato sāriputtassa imaṁ dhammapariyāyaṁ sutvā pivanti maññe, ghasanti maññe vacasā ceva manasā ca: એ જ રીતે આદરણીય, અહીંયા એવા અમુક શ્રદ્ધાળુ લોકો હોય છે જે ગૃહસ્ત જીવન છોડીને શ્રદ્ધાપૂર્વક બેઘર થાય છે, આજીવિકા માટે નહીં. તેઓ ધુતારા, કપટી, અને પાખંડી નથી હોતા. તેઓ ઉદ્ધત, ઘમંડી, ચંચળ, અશ્લીલ, અને છુટ્ટી જીભવાળા નથી હોતા. તેઓ ઇંદ્રિયોનો સંયમ કરે છે, ખાવામાં સંયમ રાખે છે, અને જાગૃતતામાં તત્પર હોય છે. એમને સન્યાસની પરવા હોય છે અને ધર્મશિક્ષાનો તીવ્ર આદર હોય છે. તેઓ જોડતોડ નથી કરતા, પાછળ નથી રહી જતા, એકાંત ચિંતનની અવદણના નથી કરતા. તેઓ ઉદ્યમિ અને મહેનતુ હોય છે. તેઓ સારી સ્મૃતિવાળા, સમજ઼ુ, ચિત્ત એકાગ્રતા અને સમાધિ સહિત હોય છે. તેઓ પ્રજ્ઞ અને ચતુર હોય છે. આદરણીય સારિપુત્રના આ ઉપદેષને સાંભળીને તેઓ મનથી એ વચનો જાણે ખાઇ પીને ગ્રહણ કરે છે. બોલી અને મનમાં કહે છે:

‘sādhu vata, bho, sabrahmacārī akusalā vuṭṭhāpetvā kusale patiṭṭhāpetī’”ti. ‘કેવું સરસ કે તેઓ ધર્મસંગાર્થીઓને અકુશળથી દૂર લઇ જઇને કુશળતામાં સ્થાપિત કરે છે.’”

Itiha te ubho mahānāgā aññamaññassa subhāsitaṁ samanumodiṁsūti. અને એમ બંને મહાસમર્થીઓ એક બીજાના વચનોથી સંમત થયા.

Anaṅgaṇasuttaṁ niṭṭhitaṁ pañcamaṁ. અવગુણસુત્રની સંપૂર્ણતા.
PreviousNext